વિરાટ નગર ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી, બે મહિલા ઈજાગ્રસ્ત

DivyaBhaskar 2019-12-18

Views 658

અમદાવાદઃશહેરમાં બેફામ ડ્રાઈવિંગનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે સોમવારે રખિયાલથી વિરાટનગર ચાર રસ્તા તરફ આવી રહેલી એક લક્ઝરી બસ(GJ01 DU7222)ને ખોડિયારનગર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર(GJ-02-XX-5680)ચાલકે ટક્કર મારી હતી જેથી બસમાં બેઠેલા સંતોષદેવી નામના મહિલાને માથાના ભાગે અને જમ્મુદેવીને ઈજા થઈ હતી ત્યાર બાદ બન્નેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ મામલે પ્રિંયકા જગદીશભાઈ સાવલારામ સુથારે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS