સુરતઃ મોડી રાત્રે ભાગળ રોડ ઉપર આવેલી ઘડિયાળની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેને લઈને આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો જોકે, આ આગમાં દુકાનનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જ્યારે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે