અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવ પર બુધવારે સંસદના નિચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં વોટીંગ થયું હતું આ પ્રસ્તાવના સમર્થનમાં 230 વોટ પડ્યા જ્યારે વિરોધમાં 197 વોટ નાખવામાં આવ્યા હતા સદનમાં પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ઘણી એવી ક્ષણો આવી જ્યારે ટ્રમ્પના પક્ષ-વિપક્ષમાં વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યા જોકે તેમાં સૌથી વધુ ચર્ચિત નિવેદન જોર્જિયાના સાંસદ બૈરી લૂડરમિલ્કનું હતું લૂડરમિલ્કે ટ્રમ્પ વિરુદ્ધ ચાલી રહેલી મહાભિયોગની કાર્યવાહીની સરખામણી ઈસા મસીહને સૂળી પર ચડાવવાની ઘટના સાથે કરી
લૂડરમિલ્કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં કહ્યું, ''હું તમને યાદ અપાવવા માગુ છું કે જ્યારે ઈસા મસીહને રાજદ્રોહના ખોટા આરોપમાં ફસાવવામાં આવ્યા ત્યારે રોમના ગવર્નરે તેમને આરોપીઓ સામે આવવાનો મોકો આપ્યો હતો ટ્રમ્પને આ સુનાવણીમાં જેટલા અધિકાર આપવામાં આવ્યા તેનાથી વધારે અધિકાર ઈસા મસીહને સજા સંભળાવનારા અધિકારીએ તેમને આપ્યા હતા ''
ટ્વિટર પર ટ્રેન્ડ થયું- ટ્રમ્પ ટૂ જીસસ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું ટ્રમ્પ પર કાર્યવાહીના વિરોધમાં ઈસા મસીહની વાત કરનાર લૂડરમિલ્ક એકમાત્ર સાંસદ ન હતા તેમના સિવાય પેન્સિલવેનિયાથી રિપબ્લિક પાર્ટીના સાસંદ ફ્રેડ કેલરે પણ વોટીંગ પહેલા ઈસા મસીહના શબ્દો વાંચ્યા તેમણે કહ્યું, ભગવાન એ સૌને માફ કરજો, જેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે