CAAનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે પથ્થરમારો, લાઠીચાર્જ અને ઉગ્ર પ્રદર્શનોના દૃશ્યો દેશના મોટાભાગના શહેરોમાં જોવા મળી રહ્યા છે ત્યારે બેંગાલુરૂનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં પ્રદર્શનકારીઓને શાંક કરવા એક પોલીસ અધિકારીએ અનોખો કિમીયો અજમાવ્યો હતો બેંગાલુરૂ સેન્ટ્રલ ડીસીપી ચેતન સિંહ રાઠોડે પ્રદર્શનકારીઓને શાંત કરવા રાષ્ટ્રગીત ગાયુ હતુ જેને પ્રદર્શનકારીઓએ પણ પૂરતો સહયોગ આપ્યો હતો સોશિયલ મીડિયા પર તેમના આ વીડિયોની ઘણી પ્રશંસા થઈ રહી છે