સુરતઃ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2018માં લેવાયેલ લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું આ પરિણામ રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારના રબારી,ભરવાડ અને ચારણ સમાજના ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ચકાસણીના બહાને પક્ષપાત કરી મેરીય યાદીમાંથી નામ બાકાત રાખવામાં આવ્યાના આરોપ સાથે સમગ્ર રાજ્યમાં માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે માલધારી સમાજના લોકો દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી રેલી યોજીને ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું