હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં છેલ્લા બે દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે જેના પગલે ચારેબાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે જો કે કુલ્લુમાં જાલોરી પાસનજીક નેશનલ હાઈવે 305 પર બરફથી ઢંકાયેલા રોડ પર વાહનોની અવર-જવર શરૂ થઈ હતી બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં શુક્રવારથી ભારે હિમવર્ષાની વચ્ચે 40 દિવસનોચિલ્લાઈ કલાન શરૂ થઈ ગયો ગુલમર્ગમાં પાંચ સેમી હિમવર્ષા થતાં પારો માઈનસ 96 ડિગ્રી પહોંચી ગયો આ ઉપરાંતલાહૌલ સ્પીતિમાં ફરીથી હિમસ્ખલન થયું હતું જેનો શોકિંગ વીડિયો પણ સામે આવ્યો હતો જો કે, આહિમસ્ખલનના કારણે કોઈ જાનહાનિ થઈ છેકે નહીં તેની કોઈ વિગતો સામે આવી નહોતી