રાજપીપળાઃ ગુજરાત રાજ્યને જોડતી આંતર રાજ્ય અને જિલ્લાકક્ષાની તમામ પોલીસ ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે રાજ્યના પોલીસ મહાનિર્દેશકની સૂચના નર્મદા જિલ્લા પોલીસ વડાને મળતા નર્મદા જિલ્લાના સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે જોકે ચેક પોસ્ટ બંધ થઇ જતાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડનારા બુટલેગરોને રોકવા નર્મદા પોલીસ માટે માથાના દુખાવા સમાન બની રહેશે