સુરતઃ નવસારી જિલ્લાના વાંસદાના મોટા વેલંજા ગામેથી પસાર થતી કાવેરી નદીમાં ગત રોજ ભર બપોરે અકસ્માતે ગયેલી 6 વર્ષની બહેનને બચાવવા જતા પિતરાઈ બહેન પણ ડૂબવા લાગતા નદીના પાણીમાંથી પીઠ પર લઈ જીવ બચાવનાર પિતા નદીના પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યારે ઘટનાની જાણ બાદ મોટી વેલંજા ગામે દોડી આવેલા 108 વાંસદા લોકેશનની એમ્બ્યુલન્સના EMTએ તાત્કાલિક બંને પિતરાઈ બહેનોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ લઈ જતા બન્ને બહેનોની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે નાની બહેન ખુશીને બચાવવા મોટી બહેન નેહાએ નદીમાં ઝંપલાવ્યું હોવાનું અને નાની બહેન મોટી બહેનની પીઠ પર ચઢી જતા બંને બહેનો નદીના પાણીમાં ગરકાવ થઈ રહ્યા જોઈ ખુશીના પિતા અને અન્ય એક યુવાન પાણીમાં કૂદ્યા હોવાનું ગામવાસીઓ જણાવ્યું હતું જોકે, પિતા મેહુલભાઈ દીકરીઓને બચાવ્યા બાદ પાણીમાં ગરક થઈ ગયા હતા બુધવારથી નદીમાં શોધખોળ બાદ 22 કલાકે મૃતદેહ મળી આવ્યો હતો