લખનઉમાં કોંગ્રેસના 135મા સ્થાપના દિવસે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગયાં હતાં આ સમયે તેમની સુરક્ષા વ્યવસ્થાને ભેદીને એક કાર્યકર્તા સીધો જ સ્ટેજ પર ધસી ગયો હતો ત્યાં ફરજ પર હાજર સુરક્ષાકર્મીઓ પણ કંઈ સમજે તે પહેલાં તો તે પ્રિયંકા ગાંધીની લગોલગ પહોંચી ગયો હતો આ જોઈને તરત જ પ્રિયંકાએ પણ તેના સિક્યોરિટી ગાર્ડ્ઝને રોકીને કાર્યકર્તાને આશ્વત કર્યો હતો પાઘડી બાંધેલા આ કાર્યકર્તાએ પણ તેમની સાથે કોઈ મુદ્દે વાતચીત શરૂ કરી હતી તે સાંભળીને તરત જ ફરી તેમના બોડીગાર્ડને દૂર રહેવાનો પણ ઈશારો કર્યો હતો સ્ટેજ પર પહોંચેલા કાર્યકર્તાએ કરેલી દરેક વાત તેમણે ધ્યાનપૂર્વક સાંભળી હતી સાથે જ વચ્ચેવચ્ચે તેઓ તેના સાથે સહમત થતાં હોય તેમ હકારાત્મક રીતે માથું પણ હલાવતાં રહ્યાં હતાં વીડિયો જોઈને એટલું તો સ્પષ્ટ થાય છે કે આ કાર્યકર્તાએ પ્રિયંકા ગાંધીને પક્ષને લગતી જ કોઈ વાતોથી વાકેફ કરીને સલાહો આપી છે વાત પૂર્ણ થયા બાદ ફરી પ્રિયંકાએ તેમની સાથે હાથ મિલાવીને તેમણે આપેલી સલાહ પર ચોક્કસ ધ્યાન આપશે તેવો ભરોસો પણ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે સોશિયલ મીડિયામાં પણ આ ઘટનાનો વીડિયો વાઈરલ થવા લાગ્યો છે જે જોઈને યૂઝર્સે પણ પ્રિયંકા ગાંધીએ જે રીતે અદના કાર્યકર્તાને સાંભળ્યો હતો તેના વખાણ કર્યા હતા