મધ્ય પ્રદેશના દમોહમાં આવેલા કોતવાલી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફે જે રીતે સગીરો પર અત્યાચાર ગુજાર્યો હતો તેનો વીડિયો સામે આવતાં જ સીએમઓએ પણ ગંભીર નોંધ લીધી હતી વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસે સગીરને નીચે પાડીને કોઈ રીઢો ગુનેગાર હોય તે રીતે ટોર્ચર કર્યો હતો એક પોલીસકર્મી માસૂમના પગ ઉપર ઊભો થઈ ગયો હતો તો બીજાએ દર્દથી કણસતા માસૂમના પગ પર દંડાવાળી કરી હતી સાદા ડ્રેસમાં રહેલા બે પોલીસકર્મીઓએ જે રીતે થર્ડ ડિગ્રી જેવા અનઓફિશિયલ રિમાન્ડલીધા હતા તેનો વીડિયો જોઈને મુખ્યમંત્રીએ પણ આ કૃત્યને હેવાનિયત સાથે સરખાવીને તત્કાળ જ તપાસના આદેશ આપ્યા હતા ઘેરા પ્રત્યાઘાતો પડતાં જ ઉચ્ચ અધિકારીઓએ વીડિયોમાં દેખાતા પોલીસકર્મીઓની બદલી કરી દીધી હતી એસપી વિવેક સિંહે માહિતી આપતાં જણાવ્યું હતું કે વીડિયો ક્યારનો છે તેની હજુ સુધી કોઈ જ હકિકત સામે આવી નથી સાથે જ કોણે તે રેકોર્ડ કર્યો હતો તે દિશામાં પણ અમે તપાસ હાથ ધરી છે જેથી સત્ય સામે આવે