થ્રીસ્સુર:કેરળમાં થ્રીસ્સુર જિલ્લામાં રામાવર્માપુરમમાં આવેલા વૃદ્ધાશ્રમમાં એક કપલે લગ્ન કર્યાં છે 30 વર્ષથી એકબીજાને ઓળખ્યા પછી 67 વર્ષીય કોચનીયન મેનને 65 વર્ષનાં લક્ષ્મી અમ્મલ સાથે બાકીની જિંદગી વિતાવવાનું નક્કી કરી લીધું છે બંને લોકો વૃદ્ધાશ્રમમાં જ રહે છે
આ લગ્ન સમયે કેરળના એગ્રિકલચર મિનિસ્ટર વીએસ સુનિલ કુમાર પણ હાજર રહ્યા હતા અને તેમણે લક્ષ્મીનાં પિતા બનીને કન્યાદાન પણ કર્યું હતું આ કપલ અમુક કારણોને કારણે અલગ થઈ ગયાં હતાં, પણ નસીબજોગે તેઓ એક જ વૃદ્ધાશ્રમમાં આવ્યાં આ કપલનાં ફોટોઝ હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે ન્યૂઝ એજન્સી ANIએ આ કપલનાં ફોટોઝ શેર કર્યાં છે