પાકમાં હિન્દુ ક્રિકેટરોના ઉત્પીડનના સમાચારો ચર્ચામાં છે ત્યારે પાક ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની શાહિદ આફ્રિદી અને સ્પિનર દાનિશ કનેરિયાના અલગ જ રૂપ ચર્ચામાં છે પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં તેણે પાકની એક ટીવી ચેનલની હોસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં હિન્દુઓની આરતી ઉતારવાની રીતની મજાક ઊડાવી અને તેની પુત્રીને ટીવી સામે આરતી ઉતારતી જોઇ ટીવી તોડી નાખ્યું હતું તેવી કબુલાત કરી હતી આફ્રિદીએ કહ્યું કે, એકવાર હું ઘરે આવ્યો તો મારી દીકરી ટીવી સામે ઉભી હતી તે સમયે ઇન્ડિયન ડ્રામામાં હાથમાં આરતી ઉતારવાનો સીન ચાલી રહ્યો હતો અને મારી દીકરી તેની નકલ કરી હતી હતી તે દરમિયાન મને ખબર નહીં શું થયું કે મેં મારી કોણીથી ટીવી તોડી નાખ્યું હતું