ભાજપના મહાસચિવ રામ માધવે સોમવારે કહ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં દેશભરમાં જે હિંસક પ્રદર્શન થયા તેમા નિર્દોષ લોકો પણ માર્યા ગયા હતા તેમણે કહ્યું હતું કે વિપક્ષની આગેવાનીમાં દેશના અનેક ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા ભાજપ મુસ્લિમોને નાગરિકતા આપવાના વિરોધમાં નથી જો આમ જ હોત તો પાકિસ્તાનના ગાયક અદનાન સામીને ભારતીય નાગરિકતા ન મળી હોત