રાજકોટ/દીવ:ગત રાત્રે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ પી નશાની હાલતમાં નીકળેલા લોકોની પોલીસે એટકાયત કરી હતી રાજકોટમાં સ્ટર્લિંગ હોસ્પિટલ સામે ગત રાત્રે દારૂના નશામાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર બીઆરટીએસ રૂટમાં ઘૂસી પલ્ટી મારી ગઇ હતી જીજે 03 એચઆર 0064 નંબરની વર્ના કાર હતી ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને કારમાં સવાર યુવાનોને બહાર કાઢ્યા હતા આ ઘટનામાં યુવાનોને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે ગાંધીગ્રામ પોલીસે પ્રોહિબીશન અને પબ્લીક પોપર્ટી ડેમેજ હેઠળ યુવાનો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે જ્યારે ગીર સોમનાથમાં દીવથી પરત આવતા 150 શખ્સોને નશાની હાલતમાં ઝડપ્યા છે