કચ્છઃભુજના ભાનુશાલીનગરમાં ગત રાત્રે ભોજન કરીને સૂતેલાં ચાર જણનાં પરિવાર પૈકી સગાં ભાઈ-બહેનના ભેદી સંજોગોમાં મોત નીપજતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે મૃત ભાઈ-બહેનના માતા-પિતા પણ બીમાર હાલતમાં મળી આવ્યાં હતા હાલ ચારેયને 108 મારફતે ભુજની જીકેજનરલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા સારવારથી હાલ માતાની તબિયતમાં સુધારો જણાયો છે