સફર ડેટા મુજબ ગિફ્ટ સિટીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પિરાણા કરતાં વધુ જોવા મળ્યો છે શુક્રવારે 3 વાગ્યે અમદાવાદમાં હવાના પ્રદૂષણનો સરેરાશ આંક 228 જ્યારેપિરાણામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 292 નોંધાયો છે આ તરફ ગિફ્ટ સિટીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 299 નોંધાયો છે શિયાળામાં ઠંડીને કારણે હવાની ઘનતા વધે છે જેને લીધેવાહનોનો ધુમાડો અને ધૂળના રજકણો વાતાવરણના ઉપલા સ્તર સુધી જતા નથી જેથી હવા વધુ પ્રદુષિત થાય છે