અમદાવાદ:યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, અમદાવાદ બાપુનગર દ્વારા પ્રાઈમ સેવા ગ્રુપના સહયોગથી પક્ષીઓ તેમજ માનવીઓ માટે જીવલેણ પૂરવાર થયેલી ચાઈનીઝ, સિન્થેટીક, નાયલોન કે વધુ કાચ પાયેલી દોરીનો પતંગ રસિયાઓ પતંગ ચગાવવામાં ઉપયોગ ટાળે તેવા આશયથી જન જાગૃતિ અભિયાન અંતર્ગત ‘પ્રાઈમ પેડલ ફોર સેવ બર્ડ’પક્ષી બચાવો સાયકલ રેલી ગઈકાલે આયોજન કર્યું હતું આ રેલીમાં પૂર્વ વિસ્તારના ધોરણ 7થી 10ના 400 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ સાયકલ રેલીને સુગમ્ય ભારત અભિયાન ગુજરાતના સોશિયલ એમ્બેસેડર દિવ્યાંગ દીકરી કલગી રાવલ (કલગી ફોઉન્ડેશન) ફ્લેગ ઓફ કરી હતી અમદાવાદ શહેરના રેગ્યુલર સાયક્લિંગ ક્લબના સાયકલિસ્ટ તેમજ મોટરબાઈક એસ્કોર્ટ તરીકે ફરજ બજાવી હતી