અમદાવાદ:સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી 31મો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે કાઇટ ફેસ્ટિવલમાં મૂળ વડોદરાના અને હાલ મહારાષ્ટ્રના પૂણેમાં રહેતા દેવાંગ દેસાઈ તેમણે બનાવેલી ફિરકી મશીન સાથે જોવા મળ્યા હતા દિવ્યભાસ્કરે પુછતા તેમણે જણાવ્યું હતું કે, ફિરકી પકડવા અને દોરો લપેટવા માટે કોઈ તૈયાર ન થતા આ મશીન બનાવ્યું છે