જામનગર:જામનગરમાં લાલપુર બાયપાસ નજીક ખોડલધામ રેસીડન્સીમાં રહેતા અને રાયટર સેફ ગાર્ડ નામની ખાનગી પેઢીમાં નોકરી કરતા આલાભાઇ ભીખાભાઇ રાઠોડ નામનો કર્મચારી મંગળવારે સવારે રાબેતા મુજબ જુદી જુદી ત્રણ પેઢીમાંથી રોકડ રકમનુ કલેક્શન કરી સત્યમ કોલોની નજીક અન્ડરબ્રિજમાંથી પોતાના બાઇક પર બપોરે સવા બાર વાગ્યાના સુમારે પસાર થઇ રહ્યો હતો જે વેળાએ અન્ડરબ્રિજમાં બાઇક પર અજાણી બુકાનીધારી ત્રિપુટીએ તેને આંતરી લીઘો હતો ત્યારબાદ ત્રણેય છરીની અણીએ ધોલઘપાટ કરી તેની પાસે રહેલો રૂ1114 લાખની રોકડ રકમ ભરેલો થેલો ઉપરાંત મોબાઇલ સહિત રૂ1119 લાખની માલમતાની લૂંટ ચલાવીને નાશી છૂટ્યા હતા બનાવ પગલે પોલીસ દોડી આવી હતી સીસીટીવી ચેક કરતા ત્રણેય શખ્સો પૂરપાટ બાઇક પર જતા હોવાનું સ્પષ્ટ થયું હતું