ગાંધીનગર:એલઆરડી મેરિટ લિસ્ટ મામલે શહેરની સત્યાગ્રહણ છાવણી ખાતે શરૂ થયેલું મહિલા ઉમેદવારોનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે આ મહિલા એક મહિનાથી આંદોલન ચલાવી રહી છે આજે આ મહિલા ઉમેદવારો વિફરી હતી, જેને પગલે મહિલા પોલીસે આ મહિલા ઉમેદવારોને વિધાનસભા તરફ જતા અટકાવી હતી જેમાંની કેટલીક મહિલાઓની અટકાયત પણ કરી હતી આ દરમિયાન આંદોલનકારી મહિલાઓએ ‘ગુજરાત સરકાર હાય હાય’ના નારા લગાવ્યા હતા જેને પગલે પોલીસે મહિલાઓની ટીંગાટોળી કરી, ધક્કા મારી તેમજ ખેંચીને પોલીસ વાનમાં જબરદસ્તીથી બેસાડી દીધી હતીઆ દરમિયાન એલઆરડી પરીક્ષાર્થી પૂજા સાગઠિયાને કમરના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી