અમદાવાદઃપાલડીમાં આવેલા ABVPના કાર્યાલય પાસે મંગળવારે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીની ઘટના મામલે NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી ગંભીર આક્ષેપો કર્યા છે સવાણીએ કહ્યું છે કે, મારા સહિત NSUIના કાર્યકરો પર હુમલા એ પૂર્વાયોજિત ષડયંત્રનો એક ભાગ હતો અને તેનો દોરીસંચાર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ કર્યો હતો ખુદ પ્રદીપસિંહે તે વખતે પોતાની નજીક આવીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાનું જણાવી સવાણીએ ફરિયાદમાંથી ઋત્વિજ અને પ્રદીપસિંહનું નામ કઢાવવા પોલીસે રૂપિયાની ઓફર કરી હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે