JNU પરિસરમાં રવિવારે થયેલી હિંસાના વિરોધમાં વિદ્યાર્થી સંઘ અને શિક્ષક સંગઠને ગુરુવારે રેલી કાઢી હતી દરેક વિદ્યાર્થી અને શિક્ષક માર્ચ કરીને મંડી હાઉસથી જંતર મંતર પહોંચ્યા હતા પોલીસે પ્રદર્શનની મંજૂરી આપી નહતી દેખાવકાર વિદ્યાર્થીઓએ કુલપતિ એમ જગદીશ કુમારનું રાજીનામું, હિંસાના જવાબદાર લોકોને શક્ય હોય એટલી વહેલી સજા આપવી અને વધેલી હોસ્ટેલ ફીને પરતલેવાની માંગણી કરી હતીતેઓ જ્યારે રાષ્ટ્રપતિ ભવન તરફ જઇ રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમને રોકી દીધા હતાં આ દરમિયાન દેખાવકારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને બસમાં બેસાડીને પાછા મોકલી દેવાયા હતાં
આ મુદ્દે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સેક્રેટરી અમિત ખરેએ જેએનયુ ટીચર્સ એસોસિએશન, શિક્ષકો અને વિદ્યાર્થી સંગઠનો સાથે મુલાકાત બાદ કહ્યું કે છેલ્લા અમુક દિવસોમાં જે થયું એ દૂર્ભાગ્યપૂર્ણ છે વિદ્યાર્થીઓની ઘણી માંગણી છે અને શિક્ષકોની પણ વહીવટ સામે અમુક માંગણીઓ છે અમે તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ આવતી કાલે અમે કુલપતિ સાથે મુલાકાત કરીશું અને વિદ્યાર્થીઓને પણ ખાતરી આપી છે કે તેમને કાલે ફરી મળીશું આવું ફરી ન થવું જોઇએ