ભરૂચઃ ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા હવે સામન્ય બની ગઇ છે ભરૂચમાં વધતા વાહનો અને ઉબડખાબડ માર્ગોના કારણે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે પરંતુ કેટલાક દિવસથી ભરૂચ અને દહેજને જોડતા સ્ટેટ હાઇવે પર પડેલા ખાડાઓના કારણે તેના સમારકામની કામગીરી મંદગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે જેના કારણે સવારે અને સાંજના સમયે શ્રવણ ચોકડીથી દહેજ તરફ જઈ રહેલા વાહનોની લાંબી કતારો જોવા મળે છે શ્રવણ ચોકડીની આસપાસ થયેલા ટ્રાફિક જામના કારણે આ વિસ્તારમાં બાળકોના સ્કુલે લઇ જતા વાહનો તથા દહેજની કંપનીઓમાં ફરજ પર જતા નોકરિયાતોના વાહનો ટ્રાફિકમાં અટવાતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા ખાડાઓનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે