ઉત્તર પ્રદેશના ઉન્નાવની પોલીસ લાઈનમાં પોલીસકર્મી પતિના લગ્નેતર સંબંધોની ત્રસ્ત થઈને પત્નીએ રણચંડી બનીને જાહેરમાં જ બન્નેની ધોલાઈ કરી હતી પતિ પત્ની અનેવોની આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છેનિશા યાદવ નામની પીડિત પત્નીને તેના સબ ઈસ્પેક્ટર પતિ અને સાથી મહિલા પોલીસકર્મીનાઆડાસંબંધોની જાણ થતાં જ તે રોષે ભરાઈ હતી સતત 10 મહિનાથી ઘરે પણ ના જનાર પતિને તેમની સ્ત્રી મિત્રના ક્વાટરમાં જોઈને ત્યાં જ હંગામો મચાવ્યો હતો અલકા વર્માનામની મહિલા પોલીસકર્મીના ઘરે જઈને તેણે મારામારી કરી હતી સાથે જ આ ઝઘડામાં વચ્ચે પડેલા પતિને પણ તેણે તમાચા માર્યા હતા પોલીસ લાઈનમાં આવો હંગામો થતાંજ ઉચ્ચ પોલીસ અધિકારી પણ ત્યાં પહોંચ્યા હતા બાદમાં પત્નીએ પણ એસપીને આખી ઘટનાની રજૂઆત કરીને કાયદેસરની ફરિયાદ તેના પોલીસ પતિ સામે કરી હતી