મોડાસા: મોડાસામાં ગઈકાલે રાત્રે નેશનલ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું ટેન્કર પલટીને આડું પડતા તેમાંથી કેમિકલ લિકેજ થતાં નેશનલ હાઈવે પર ઢોળાયું હતું અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો કેમિકલ ઢોળાતા રાત્રે હાઈવેને વન વે કરાયો હતો જિલ્લા સેવા સદન પાસે ગઈકાલે નેશનલ હાઈવે પર ટેન્કર પલટતા રોડ પર કેમિકલ ઢોળાયું હતું કેમિકલ ભરેલું ટેન્કર હરિયાણાના પાણીપતથી ભરૂચ જતું હતું ત્યારે પલટી ગયું હતું