સુરતઃકઠોદરા-ગઢપુર રોડ પર આવેલી ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અનોખો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં શહીદ પરિવારજનોને 51 હજારનો સહાયનો ચેક આપવાની સાથે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જીંદા શહીદનું બિરૂદ પામેલા મનીન્દરજીતસિંઘ બીટ્ટાએ જણાવ્યું હતું કે, સુરત શહીદોના પરિવારની પડખે સતત ઉભું રહે છે કાર્યક્રમમાં રાજકિય મહાનુભાવોની સાથે સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે પોલીસ ખાતાના રાજકુમાર પાંડિયન, મહેન્દ્રભાઈ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં કાર્યક્રમના ઉદઘાટક મનીન્દરસિંઘ બીટ્ટાએ જણાવ્યું હતું કે, સુરત જે રીતે શહીદ સૈનિકોના પરિવારને સાથ સહકાર અને સધિયારો આપે છે તેવું ક્યાંય જોવા મળતું નથી અહીં સૈનિકો સાથે સેલ્ફી લેવામાં આવે છે મારી સેલ્ફી લેનાર દીકરીના મેં નમન કરી ચરણ સ્પર્શ કરીને સુરતના લોકો જેવી દેશ ભાવના મારામાં આવે તેવી કામના કરી હતી સુરત હંમેશા દેશદાઝ માટે તૈયાર જ હોય છે આવું દરેક ભારતીય કરવા લાગે તો આપણાં દેશની સામે કોઈ નાપાક આંખ ઉંચી કરીને પણ ન જોઈ શકેસુરતીઓ ભલે ફૌઝમાં ઓછા છે પરંતુ તેમના દિલમાં દેશ માટે જે લાગણી છે તે જ મહત્વની છે અને દરેક ભારતીયમાં આ લાગણી હોવા જોઈએ