વડોદરાઃપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંતસિંહા ગાંધી શાંતિ યાત્રા લઈને આજે(13 જાન્યુઆરી) વડોદરા આવી પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યાર બાદ યશવંતસિંહાએ વાઘોડિયા રોડના એક ખાનગી પાર્ટી હોલમાં સંબોધન કર્યું હતું આ સમયે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ દ્વારા JNUમાં હિંસા કરનારા અર્બન નક્સલી છે તે સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, દિલ્હીમાં જો અર્બન નક્સલ છે તો સરકાર કેમ પકડતી નથી? અર્બન નક્સલીઓ સામે કાર્યવાહી કરો અને જેલમાં નાંખોસરકાર માત્ર રાજકીય આરોપો લગાવી રહી છે અને સરકારનો અર્બન નક્સલી શબ્દ એક જુમલો છે