વડોદરાઃશહેરની ગોલ્ડન ચોકડી પાસેથી મોડી રાત્રે સ્ટેટ વિજીલન્સ સ્ક્વોડે રૂપિયા 6,41,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આઇસર ટેમ્પોમાં 123 દારૂની પેટી ભાવનગર ખાતે લઇ જવાતી હતી સ્ટેટ વિજિલન્સ સ્ક્વોડને રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો લઇ આઇસર ટેમ્પો હાલોલ વડોદરા ગોલ્ડન ચોકડીથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ટેમ્પોમાં લઇ જવાતો રૂપિયા 641 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક બસીરખાન અલીખાન બેલીમ (રહે સાંચોર, રાજસ્થાન) અને ફુલારામ હરીશ ગોગરા (રહે માજોલા ગામ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી પોલીસે તેઓ પાસેથી બે મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા 3,950 કબજે કર્યા હતા ઉપરાંત ટેમ્પો મળી કુલ્લે રૂપિયા 13,95,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો