સુરતઃકતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાર માળની નીતા એસ્ટેટ નામની બિલ્ડીંગનો સ્લેબ બેસી ગયો હતો બિલ્ડીંગના એક ભાગનો સ્લેબ ધરાશાયી થતાં કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને 4 વ્યક્તિને રેસક્યુ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યાં હતાંજેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બાકીના 3ની સારવાર ચાલી રહી છે