વેરાવળઃશહેરમાં આવેલા જર્જરિત પ્રકાશ કોમ્પલેક્ષનો સ્લેબ તૂટતા અફરાતફરી મચી ગઈ છે કોમ્પલેક્ષનો સ્લેફ ધડાકાભેર નીચે પડ્યો હતો જેને લઇને નીચે પાર્ક કરેલી એક્ટિવા પર પડતા, એક્ટિવાનો ભૂક્કો થઈ ગયો છે એક્ટિવાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યાં છે સદ્નસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી