અમદાવાદ:સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં કાલ રાતથી લાગેલી આગ કાબૂમાં નથી આવી ત્યાં અમદાવાદના પાંચકુવા બીબીસી માર્કેટમાં આવેલા સહજાનંદ કોમ્પ્લેક્સમાં ભોંયરામાં આવેલી કાપડની દુકાનમાં આગ લાગી છે ગીચ ભોંચરામાં આગની ઘટનાને પગલે બે ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી એક કલાક પહેલા લાગેલી આગ કાબુમાં આવી હતી