હાલોલ: ગોધરા હાલોલ બાયપાસ રોડ પર દાવડા ગામના પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં પહેલા હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ બંનેને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે