સુરતઃપુણા વિસ્તારમાં આવેલી પુણા પોલીસ ચોકી પાસે આગની ઘટના સર્જાઈ હતી ગાય-ભેંસના તબેલામાં લાગેલી આગથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો આગ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ ક્યા કારણોસર લાગી તે અકબંધ રહેવા પામ્યું છે તબેલામાં પતરાની ઉપર નાખેલા ઘાંસ તથા તબેલાની અંદરના ઘાંસમાં લાગેલી આગના મોટી હોવાના કારણે ડુંભાલ,કાપોદ્રા,ઘાંચી શેરી સહિત આજુબાજુની ફાયર બ્રિગેડની ટીમ અને કતારગામ તથા ડિંડોલી ફાયરબ્રિગેડની ટીમ માઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યાં છે