બહુચરાજી: દીકરીઓની ઘટતી જતી સંખ્યાને લઈ સમાજમાં સૌથી મોટી અસર લગ્ન વ્યવસ્થા ઉપર પડી રહી છે આ સામાજિક વ્યવસ્થાને તૂટતી બચાવવા અને દીકરીના જન્મને પ્રોત્સાહિત કરવા શંખલપુર અનુપમ પ્રાથમિક શાળા દ્વારા 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસે દીકરીની સલામ દેશને નામ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં છેલ્લા એક વર્ષમાં જન્મેલી ગામની 25 દીકરીઓ અને તેમની માતાઓને ગુલાબના ફુલોથી વધારવામાં આવી હતી તેમજ પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત દ્વારા સન્માન પત્ર અને જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન બહુચરાજી દ્વારા રમકડાંની કીટ અર્પણ કરવામાં આવી હતી