ગાંધીનગર/ અમદાવાદ:ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ગત 1 નવેમ્બર, 2019થી ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાદયો અમલી કર્યો હતો જ્યારે ગુજરાત સરકારે 4 ડિસેમ્બર, 2019ના રોજ કેબિનેટની બેઠકમાં ટુ-વ્હીલર માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કર્યું હતું આ બેઠક બાદ રાજ્યના પરિવહનમંત્રી આર સી ફળદુએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે જો કે, કેબિનેટની બેઠક બાદ આજદિન સુધી ગુજરાત સરકારે કેબિનેટના આ નિર્ણયનો કોઈ પરિપત્ર જારી કર્યો નહોતો હવે આજે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં ફેરવી તોળતા કહ્યું કે, ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે અને તેઓ મરજિયાત કરવા માગતા નથી તો હાઈકોર્ટે સરકારને એફિડેવિટ ફાઈલ કરીને આ બાબત રજૂ કરવા કહ્યું હતું