છોટાઉદેપુરઃછોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની રતનપુર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજનું અપમાન થયું છે શાળામાં 26 જાન્યુઆરીએ ફરકાવેલો રાષ્ટ્રધ્વજ આખી રાત ફરકતો રહ્યો હતો અને આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રધ્વજને ઉતારવામાં આવ્યો હતોસવારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ સંધ્યાકાળ પહેલા રાષ્ટ્રધ્વજને ઉતારી લેવાનો હોય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની રતનપુર પ્રાથમિક શાળામાં 24 કલાક બાદ રાષ્ટ્રધ્વજને ઉતારવામાં આવ્યો ન હતો આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થતાં નવસાડી શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી અને આજે સવારે 10 વાગ્યે વાગ્યે રાષ્ટ્રધ્વજને ઉતારવામાં આવ્યો હતો