ભાવનગર: તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાયદો પસાર કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં એનઆરસીનો કાનૂન આવવાનો છે ત્યારે ભાવનગરમાં મુસ્લિમ સમાજ અને દલિત સમાજની કેટલીક સંસ્થાઓ દ્વારા આજે બુધવારે ભાવનગર બંધનું એલાન આપ્યું છે પરંતુ સવારથી જ શહેરની તમામ બજારો ખુલી ગઇ છે જ્યારે અમુક વિસ્તારોમાં વેપારીઓએ બંધ પાળ્યો છે આથી બંધને સામાન્ય પ્રતિસાદ મળ્યો છેશહેરના કેટલાય વિસ્તારોમાં બે દિવસથી બંધ રાખવાના પોસ્ટર પણ લગાવાઇ ગયા હતા Dysp સાથેની બેઠકમાં મુસ્લિમ સમાજે ટોળાશાહી કરવામાં નહીં આવે તેવી ખાત્રી આપી હતી