અમરેલી:રાજુલાના ઘાસીવાડા વિસ્તારમાં જૂના મનદુ:ખને કારણે બે જૂથ વચ્ચે તીક્ષ્ણ હથિયારોથી મારામારી સર્જાઇ હતી જેમાં 23 વર્ષના ઇરફાન નામના યુવાનનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે રાજુલા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ હત્યા કરી નાસી છૂટ્યા હતા
હોસ્પિટલે લોકોના ટોળા ઉમટ્યા
ઇરફાનના મૃતદેહને પીએમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે બનાવને લઇને મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે જો કે પોલીસનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો છે