ખાંભા: ખાંભાના રાયડી ગામની પ્રાથમિક શાળાના એક ઓરડામાં બે સિંહબાળએ ધામા નાખ્યા છે તો બીજી તરફ આ જ ગામમાં રહેતા ભીખાભાઇ દેવજીભાઇ બરવાળિયાના પડતર મકાનમાં બે સિંહોએ ધામા નાંખ્યા છે આમ 4 સિંહોએ ગામને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વન વિભાગની ટીમ દોડી આવી ચારેય સિંહોને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે