મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની ક્લબની ડ્રેનેજ લાઈનના જોડાણ સમયે બહાર ભેખડ ઘસી, 2 મજૂરોના મોત

DivyaBhaskar 2020-01-31

Views 1.6K

અમદાવાદ:શહેરના મોટેરા વિસ્તારમાં આવેલી જનપથ હોટલ પાસે કોર્પોરેશન દ્વારા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની કલબની ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક બહાર ભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા હતા બે મજૂરો દટાયા હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો દબાયેલા બંને મજૂરોને કાઢવાની કામગીરી ફાયર બ્રિગેડે કરી હતી પરંતુ બંનેને બચાવી શકાયા ન હતા મજૂરો કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો હેલ્મેટ કે બુટ પહેર્યા ન હતા ભેખડ નીચે દબાતા મનસુખ ડાભી (ઉવ25) અને ગૌતમ નિનામા (ઉવ40)નું મોત નિપજ્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS