સુરતઃ શહેરમાં આવેલા વેસુ SMC આવાસમાં આજે સવારે 6 વાગ્યાની આસપાસ ગેસ સિલિન્ડર આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો જેમાં પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સિલિન્ડર બ્લાસ્ટ થતાંની સાથે જ આસપાસના રહિશોમાં દોડધામ મચી ગઇ હતી અને ભયનો માહોલ છવાયો હતો