કોરોના વાઈરસે સમગ્ર ચીનનો ભરડો લીધો છેવુહાન સહિત અનેક રાજ્યો હાઈ મેડિકલ એલર્ટ પર મૂકી દેવાયા છે ત્યારે ચીનના ડોક્ટર્સ 24 કલાક યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે સમગ્ર ચીનમાંથી ડોક્ટર્સ અને નર્સીસ વુહાનમાં આવી રહ્યા છે ડોક્ટર, મેડિકલ સ્ટાફ આરામ લીધા વગર સતત કામ કરે છે ચીનની મોટા ભાગની હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે ત્યારે ડોક્ટર અને નર્સ પર સતત કામ કરવા માટે દબાણ જેવી પરિસ્થિતી છે કેટલાક ડોક્ટર્સને ડાઈપર પહેરીને કામ કરવું પડે છે કારણકે તેમને ટોઈલેટ જવાનો પણ સમય મળતો નથી અઠવાડિયામાં જેવો સમય મળે કે તરત જ જગ્યા જોયા વગર તેઓ થોડો આરામ કરી લે છે જમીન હોય કે ખુરશી તેઓ કયાંય પણ થોડો સમય ઝપકી લઈ લે છે ચાઈનીઝ હોસ્પિટલ સ્ટાફની કાર્યદક્ષતાનો આ ઉત્તમ પુરાવો છે
સંરક્ષક ઉપકરણો પહેર્યા પહેલાં નર્સે એકબીજાના વાળ કાપી નાંખવા પડ્યા છે જેથી તેઓ માસ્ક,સંરક્ષક ડ્રેસ સરળતાથી પહેરી શકે વિશેષ સૂટ પહેરીને તેમણે તેના પર વ્યક્તિનું નામ લખવું પડે છે જેથી તેઓ એકબીજાને સરળતાથી ઓળખી શકે મેડિકલ સ્ટાફ - ડોક્ટર વિશેષ ચશ્મા, માસ્ક પહેરીને ઈન્ફેક્શનથી બચે છે કોરોના વાઈરસના ઉદભવ સ્થાન વુહાનને સમગ્ર દેશથી અલગ કરી દેવાયુ છે ત્યારે ચીનમાં ડોક્ટર્સ પોતાના જીવના જોખમે દર્દીઓની સારવાર કરી રહ્યા છે