દિલ્હીના રોહિણી ઈસ્ટ મેટ્રો સ્ટેશન બહાર મહિલા સબ ઈન્સપેક્ટર પ્રીતિ અહલાવતની હત્યા કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે જેણે પ્રીતિને ગોળી મારી હતી તેની ઓળખ દિલ્હી પોલીસના પીએસઆઈ દીપાંશુ રાઠી તરીકે થઈ છે પોલીસને તેની લાશ શનિવારે સવારે સોનીપતમાં એક ગાડીમાં મળી હતી માનવામાં આવે છે કે દીપાંશુએ એ જ પિસ્તોલથી આત્મહત્યા કરી છે જેનાથી રાત્રે તેણે પ્રીતિની હત્યા કરી હતી પ્રીતિ અને દીપાંશુ 2018માં દિલ્હી પોલીસમાં જોડાયા હતા