સુરતઃ પાલિકા દ્વારા વિવિધ કામગીરીઓ માટે જુદી-જુદી ગાડીઓ કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી છે જેમાં પાલિકાની જ એક ટ્રકમાંથી દારૂની બોટલ મળી આવી હતી જ્યારે બીજી બાજુ બીઆરટીએસની બસનો એક ડ્રાઈવર પીધેલી હાલતમાં બસ ચલાવતો હોવાનું જણાતા હોબાળો મચી ગયો હતો આ બંનેના વીડિયો કોંગ્રેસના નગરસેવક દિનેશ કાછડિયા દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા છે અને સવાલો ઉભા કર્યા છે