રાજકોટ: શહેરમાં આવેલા પ્રદ્યુમન પાર્કમાં બહારથી દીપડો અંદર ઘૂસી આવ્યો હતો અને હરણનો શિકાર કરી મારણ કર્યું હતું પ્રદ્યુમન પાર્કમાં રોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ મુલાકાત લે છે આથી સહેલાણીઓની સલામતી ઉપર સવાલ ઉઠ્યો છે જો કે દીપડો રાત્રીના આવ્યો હોય માનવીઓ પર હુમલો થતો અટક્યો છે હાલ ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ ઝૂ પહોંચી ગયા છે અને દીપડાની શોધખોળ હાથ ધરી છે દીપડાને પકડવા માટે ઝૂ અને આસપાસના વિસ્તારોમાં પાંચથી વધુ પાંજરા મુકવામાં આવ્યા છે