રેસ્ટોરાંના કિચનનાં સિંકમાં નહાતા કર્મચારીનો વીડિયો વાઇરલ થયો, યુઝર્સે ટીકા કરી

DivyaBhaskar 2020-02-17

Views 2.4K

અમેરિકાના મિશિગનમાં એક રેસ્ટોરાંના કિચનના સિંક (ખાળકૂંડી)માં નહાતા કર્મચારીનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે આ વીડિયો વાઇરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકો તેમનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે આ વીડિયો પહેલાં ટિક્ટોક પર વાઇરલ થયો હતો અને ત્યારબાદ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો છે

આ વીડિયો મિશિગનના ગ્રીનવિલે વેન્ડીઝ રેસ્ટોરાંનો છે વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કિચનના સિંકમાં બેસીને નાહી રહ્યો છે તેવામાં જ એક અન્ય કર્મચારી આવીને તેને સારી રીતે નાહવાની શિખામણ આપે છે ત્યારબાદ યુવક સાબુથી નાહવાનું શરૂ કરીને સિંક હોટ ટબ જેવું લાગે છે તેમ જણાવે છે આકરી પ્રતિક્રિયાઓ જોયા બાદ તરત જ રેસ્ટોરાં મેનેજમેન્ટ પણ હરકતમાં આવ્યું હતું છેલ્લા અહેવાલો મુજબ તેમણે આ કર્મચારીઓને બરતરફ કર્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS