જે સ્થળે કોરોના વાયરસનો હાહાકાર છે તે વુહાનની હોસ્પિટલના હેડનું કોરોના વાયરસના લીધે મૃત્યુ થયું છે આ માહિતી સૌથી ચીનના સ્થાનિક ટેલિવિઝન રિપોર્ટમાં સામે આવી હતી જેનું બાદમાં અધિકારીઓએ અનુમોદન કર્યું હતું સ્થાનિક બ્રોડકાસ્ટર CCTV પ્રમાણે વુહાન હોસ્પિટલના હેડ ડો લિયુ ઝીમીંગનું મૃત્યુ થયું હતું તેમને બચાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા આ પહેલા તેમના મૃત્યુ અંગે અધિકારીઓએ પહેલા ખરાઇ કર્યા બાદ તે દાવો નકાર્યો હતો ચીનમાં અત્યાર સુધીમાં 1870 લોકોના મોત થયા છે અને 72 ,436 પોઝિટિવ કેસ નોંધાયા છે