અમરેલી: લિલિયામાં ચાલુ સ્મશાનયાત્રા પર ઝેરી મધમાખીના ઝુંડે અચાનક હુમલો કરી દેતા અફરાતફરી સર્જાઇ હતી શબવાહીનીમાં મૃતદેહને છોડી સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકો ભાગવા લાગ્યા હતા પરંતુ મધમાખીઓ પાછળ પડતા 20થી 25 લોકોને ડંખ માર્યા હતા આથી લોકોને સ્મશાનના બદલે 108 મારફત હોસ્પિટલે પહોંચવાનો વારો આવ્યો હતો હોસ્પિટલમાં લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ઉનામાં પણ સ્કૂલમાં ચાલુ ક્લાસે ઝેરી મધમાખીની ઝુંડ આવ્યું હતું અને 20થી વધુ વિદ્યાર્થીઓને ડંખ મારતા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા