આજે બુધવારથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે 210એ બજેટ શરૂ થયું છે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરી રહ્યા છે ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે જ્યારે બીજા ક્રમે 7વાર બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે અને તેઓ 8મી વાર બજેટ રજૂ કરીને રેકોર્ડ કર્યો છે રાજ્યમાં જીએસટીના કારણે રાજ્યની આવક ઘટના સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે