અમદાવાદઃવિશ્વ ઉમિયાધામ દ્વારા બનાવવામાં આવી રહેલા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે તેઓએ પોતાના સંબોધનમાં માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, જ્યાં પહોંચ્યો છું ત્યાં એમને એમ અહીં નથી પહોંચાતું તમે ટીવીમાં જોતા જ હશો, છાપામાં જોતા જ હશો પૂછો અમારા ધારાસભ્યોને એક બાજુ બધા ને એકબાજુ હું એકલો, એ ઉમિયા માતાના આશીર્વાદ છે આ લોહી બોલે છે, તમારા બધાના સહયોગથી બોલું છું પક્ષના કાર્યકર તરીકે બોલું છું મને માતાજીના એટલા આશીર્વાદ છે કે બધી જગ્યાએ મને યાદ આવવાનું યાદ આવી જ જાય છે બીજા લોકોને ઘણાને નથીયે ગમતું, કે ભૂલાવવા મથીએ છીએ પણ નીતિનભાઈ ભૂલતા નથી